હું દરરોજ જોવ છું,
એ નીલ ગગનની તરફ.
આંખો માં એ રાહ જોઈ રાખી છે,
આંખો ના પલકારા ને પકડીને રાખ્યા છે.
આશાઓનું દફતર ખોલું છું,
અને ગગન પર નવા સ્વપ્ન લખું છું.
દરેક સ્વપ્નમાં નવા રંગ ભરું છું,
અને આરામથી ગગનને નિહાળું છું.
સ્વપ્ન જો રહી જાય છે અધરું,
તો આંખો ઉદાસ થઈ ઘરે પછી ફરે છે.
પણ એ આશાનું દફતર હમેશાં ખૂલું છે,
એ ગગન નાનું છે મારી ઈચ્છાઓને લખવા માટે.
– સુનિલ ગોહિલ