આવ્યો આવ્યો ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો
લાવ્યો લાવ્યો હું તો ઘરે ગણપતિ દાદા ને લઈ આવ્યો
કરી આરતી, પૂજા, મોદક નો પ્રસાદ પણ દાદા ને ધરાવ્યો
આવ્યો આવ્યો આજ ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો
લાવ્યો લાવ્યો મનમાં અનેરો હરખ અને ઉત્સાહ લઈ આવ્યો
કરી પૂજા સાચા હ્રદય થી દસે દિવસ ઉજવાયો
આજ મારા ગણપતિદાદા નો દિવસ આવ્યો
દુઃખ દૂર કરી સુખ નો સાગર લઈ લાવ્યો
આજે વિઘ્નહરતા ગણપતિદાદા નો દિવસ આવ્યો
વિદાય પણ એમની ભારી મન સાથે કરી આવ્યો
આવતા વર્ષે જલ્દી જલ્દી આવે એવી પ્રાર્થના પણ કરી આવ્યો
આવ્યો આવ્યો ગણપતિ દાદા નો મહોત્સવ આવ્યો
લાવ્યો લાવ્યો હું તો ઘરે ગણપતિ દાદા ને લઈ આવ્યો
હેતલ. જોષી