ગરમીની સિઝન શરૂ થાય એટલે દરેક લોકોને કેરી યાદ આવે. કેરી આવતાની સાથે જ મોટાભાગની સ્ત્રીઓને શાક બનાવવામાંથી રાહત મળે છે. કેરીનો રસ હોય એટલે ઘરમાં અનેક લોકોને ખાવાની મજા પડી જતી હોય છે. આમ, આ કેરીની સિઝનમાં અમે તમને શીખવાડીશું ઘરે કેવી રીતે બનાવશો આમ પાપડ. આમ પાપડ ટેસ્ટમાં બહુ ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. તો જાણો કેવી રીતે ઘરે બનાવશો આમ પાપડ..
સામગ્રી
- કિલો પાકેલી કેરી
- 3 થી 4 ચમચી ઘી
- 300 ગ્રામ ખાંડ
- ઇલાયચીનો પાઉડર
બનાવવાની રીત
- આમ પાપડ બનાવવા માટે સૌ પ્રથમ કેરી લો અને એમાંથી પલ્પ કાઢી લો.
- ત્યારબાદ મિક્સરમાં એની પેસ્ટ બનાવી લો.
- પેસ્ટ બનાવતી વખતે જરા પણ પાણી ઉમેરવાનું નથી.
- પેસ્ટ બનાવતી વખતે કેરીના ટુકડા રહી જાય તો ફરીથી મિક્સરમાં ચન કરી લો.
- હવે એક પેન લો અને એમાં કેરીની પેસ્ટ ઉમેરો.
- ત્યારબાદ એમાં ખાંડ ઉમેરો.
- ગેસ ઘીમો રાખીને 20 મિનિટ સુધી ચઢવા દો.
- પછી એમાં ઇલાયચી પાઉડર નાંખો જેથી કરીને સ્મેલ સારી આવે.
- હવે આ બધું જ બરાબર મિક્સ કરીને હલાવી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- પછી એક સ્ટીલની થાળી લો અને એમાં તળિયે ઘી લગાવી દો.
- હવે થાળીમાં તૈયાર કરેલો મિશ્રણ પાથરો અને બધી બાજુ ફેલાવી દો.
- પછી આને 2-3 દિવસ માટે તડકામાં મુકી રાખો એટલે બરાબર સેટ થઇ જાય.
- તો તૈયાર છે ટેસ્ટી-ટેસ્ટી આમ પાપડ.