ઓલપાડ તાલુકાના દેલાડ ગામના ખેડૂત પરિવારના સાત વર્ષીય ટાબરિયાએ ચંડીગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલો મેળવી રાજ્ય સહિત દેલાડ ગામના ગૌરવમાં વધારો કર્યો છે. ઓલપાડ તાલુકાના દેલાડ ગામના પાટીદાર સમાજના ભૂમિપુત્ર અંકુરભાઈ રમેશભાઈ પટેલ હાલ અડાજણ-સુરત મુકામે રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર જશ પટેલ હાલ સુરત શહેરના પાલ વિસ્તારની ભૂલકા વિહાર સ્કૂલના ધોરણ-1 માં અભ્યાસ કરી ઉત્તિણ થયેલ છે.આ સાત વર્ષનો ટાબરિયો જશ પટેલ સ્કેટિંગમાં ખુબ પાવરધો સાબિત થયો છે. તેના પિતાએ ચંડીગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ રોલર સ્કેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવા સુરતની એકેડેમી કે.સી.માસ્ટર સંસ્થા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવતા તેને સ્પર્ધામાં ભાગ લેવા એન્ટ્રી મળી હતી.આ સ્પર્ધામાં ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, કેરાલા, દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશભરના રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જશ પટેલે ‘વન લેપ રિંક રેસ’,’વન લેપ રોડ રેસ’તથા ‘ફાઈવ લેપ રિંક રેસ’ની ત્રણે સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે રહેતા તેને જુદી જુદી સ્પર્ધા ને લઈને ત્રણ ગોલ્ડ મેડલોથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્ય સહિત દેલાડ ગામ ના ગૌરવમાં વધારો કર્યો હતો. જશની અનોખી સિદ્ધિ બદલ ગામના મહિલા સરપંચ વિણાબેન પટેલ,માજી સરપંચ ભાવિન પટેલ સહિત ભાજપ મોવડી અને રાજ્ય સરકારના મંત્રીઓએ તેનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.
તમારામાં રહેલ મહાન શક્તિઓ અને શક્તિજાગૃતિના કેન્દ્ર વિષે શું તમે માહિતગાર છો?
દુનિયાની દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છે છે, એક સારી વ્યક્તિ બનવા ઈચ્છે છે, પોતાના વ્યક્તિત્વને નિખારવા ઈચ્છે છે જેના માટે જરૂરી શરત છે શક્તિ. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી વિકસિત અને શક્તિશાળી પ્રાણી મનુષ્ય છે. એની પાસે એટલી બધી શક્તિ છે કે એ ધારે તો ઈશ્વર બનવાની તાકાત પણ ધરાવે છે. પરંતુ આપણે આપણી અનેક મહાન શક્તિઓ વિષે માહિતગાર નથી જેથી તેનો ઉપયોગ કરી શકતા નથી. જુદી જુદી ત્રીસ પ્રકારની શક્તિ મનુષ્યને જન્મથી જ પ્રાપ્ય છે. આ તમામ શક્તિની જાગૃતિ માટે આપણા શરીરમાં વિશેષ કેન્દ્રો આવેલા છે જેના દ્વારા શક્તિજાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ તેમજ રૂપાંતરણ અર્થાત મનુષ્યની વૃત્તિ આદતો સ્વભાવમાં ફેરફાર થઈ શકે...