મિત્રો અમે , ગુલાબમાં આળસ કરી ગયા,
એના ઘણાં જવાબમાં આળસ કરી ગયા.
કંઇકંઇ એ ચાલ ચાલવા લાગ્યા હતા છતાં,
એવી તો કંઇ શરાબમાં આળસ કરી ગયા.
આળસનો સૌથી મોટો પુરસ્કાર મળ્યો “તો,
તો પણ અમે ખિતાબમાં આળસ કરી ગયા.
દુનિયાને જીવવાનું હવે કેટલું રહ્યું,
બસ એટલે હિસાબમાં આળસ કરી ગયા.
અલ્લાહની આ વાતથી વાકેફ એજ લોક,
બુરખા અને હિજાબમાં આળસ કરી ગયા.
શક,બેવફાઈ, દુશ્મની,ક્યારેય કદી ન હોય,
પણ શું કરે નકાબમાં આળસ કરી ગયા.
સિદ્દીકભરૂચી