હતી મુજ હસ્તે કલમ ને હું સુઈ ગયો,
ગયો મૈખાને ગમ મિલાવી હું પી ગયો…
બની વાયરો હું ગયો તે એમની પાસે,
તેઓ નીંદ માં હતાં ને લટ હું સહલાવી ગયો…
કર્યા નયનો બંધ કરી મેં સ્મરણ યાત્રા,
નિરખી મેં પ્રથમ મુલાકાત ને દિલ હારી ગયો…
એ ‘પાગલ’ ખુલ્યાં નૈન આપ હતાં કલ્પના માત્ર,
પળ માં હું પામ્યો ને ક્ષણ માં ગુમાવી ગયો…
ભલે હતો એકલો કલ્પના હમ-રાહી બની,
‘પાગલ’ જરા થંભ્યો પર વ્યથા એ કથા…
હર હંમેશ તો તે…”પાગલ”…..
” આલેખતો રહ્યો ”
” આલેખતો રહ્યો ”
” આલેખતો રહ્યો ”
✍️ “પાગલ” ✍️