કલમ મુજ હસ્ત માં હતી ને હું સૂઈ ગયો,
કલ્પનાં મુજ ખ્યાલો માં રહી હું કલ્પનાં લોકે વિચરતો રહ્યો…
સવ્પને સવ્પને હું તો પવન બની,
પહાડો ને વાદીઓમાં મન માફક વહેતો રહ્યો…
અરે,આપખુદ માં હું તો ફિલહાલ જડ થઈ ગયેલો,
જરાં ઉર્જા મળતાં બની ઝરણું મરઘટ મરઘટ વહેતો રહ્યો…
અરે, આપ શું જાણો મુજ આપવીતી મુજ હદય દર્દો,
શબ્દે શબ્દે રચી રચનાં આપ સ્વાગતે સદા વિખેરતો રહ્યો…
અરે, ” પાગલ ” અંત નથી મુજ ઉદાસીનતાનો,… તોય,
મહેફિલો માં લિબાસ ધર્યો વિદૂષક નો.. ને… પાગલ…
હસતો રહ્યો ને હસાવતો રહ્યો…
હસતો રહ્યો ને હસાવતો રહ્યો…
હસતો રહ્યો ને હસાવતો રહ્યો…
” પાગલ “