શું તમે તમારા પાચનતંત્રથી પરિચિત છો?
પૌષ્ટિક આહાર લેવો જેટલો જરૂરી તેની સાથે આપણું પાચનતંત્ર પણ યોગ્ય કાર્યરત હોવું જરૂરી છે, નહીંતર પોષકતત્વ સભર આહાર પણ વ્યર્થ બની રહે છે. આપણી પાચન પ્રક્રિયાની શરૂઆત આપણા મોં દ્વારા થાય છે, એટલે કે ખોરાક યોગ્ય રીતે ચાવી તેના પાચકરસ પાચનપ્રકિયા વધુ સક્રિય બનાવે છે. પાચનતંત્ર ખોરાકમાં રહેલા વિવિધ પોષકતત્વો જેમકે ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટ્ટી એસિડ વગેરે તત્વોને રક્તપ્રવાહમાં ઉમેરે છે અને શરીરના વિવિધ ભાગો સુધી પોંહચાડે છે.
જેમને પાચનની સમસ્યા રહેતી હોઈ અને પેટની તકલીફ જેમકે ગેસ, અપચો, પેટ બળતરા, ડાયેરિયા વગેરે દૂર કરવા માટે અને પાચક્ષમતા કાર્યક્ષમ બનાવવા સરળ ઉપાય વિશે વાત કરીશુ. જે આદત અપનાવવાથી પાચનતંત્રને જરૂર રાહત થશે.
➔ યોગ્ય રીતે જમવું: જમવા માટેના પણ અમુક નિયમ હોય છે, જે અનુસરવા જરૂરી છે. જેમકે તમારા નિયમિત રીતે સમયસર જમી લેવું. જમવાનો સમય ચોક્કસ રીતે જાળવી રાખવો, તેમાં છૂટછાટ લેવી નહિં. વારંવાર જમવાનો સમય બદલવો નહિ. યાદ રાખો જયારે તમે ખોરાક ચાવવાની શરૂઆત કરો છો ત્યારે મોંથી જ પાચન શરૂ થઈ જાય છે જેથી ખોરાક વ્યવસ્થિત ચાવીને ખાવો. સુવાના સમય અને રાતના ભોજન વચ્ચે ૩ થી ૪ કલાકનું અંતર રાખવું.
➔ વધુ પાણી પીવાનું રાખવું: પ્રવાહી પાચનપ્રક્રિયા સક્રિય બનાવવા મહત્વનું કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ આશરે ૨ થી ૨.૫ લીટર પાણી પીવું અનિવાર્ય છે. જે કબજિયાત દૂર કરવા મદદ કરે છે અને શરીરમાં વધારાના તત્વોને નિકાલ કરે છે.
➔ વિટામિન સી યુકત ફ્રૂટ લેવા: અમુક ફ્રૂટ જે આપણા પેટ માટે ખુબજ મહત્વના હોઈ છે જેમકે ઓરેંજ, લીંબુ, કીવી વગેરે. જેમકે લીબું પાણી પેટના ઈલાજ માટે ખુબ પ્રચલિત છે, જે પાચન પ્રક્રિયા સરળ બનાવે છે અને પેટની સમસ્યાથી પણ બચાવે છે. તે ઉપરાંત જમવામાં અમુક મસાલા અને હર્બ લેવાનું રાખવું જેમકે અજમો, કાળા મરી, જીરું, ,આદુ વગેરે પણ ખોરાક પચાવામાં મદદ કરે છે.
➔ હળવી કસરત કરવી: શરીરને યોગ્ય કસરત મળવી ખુબ જરૂરી છે. હળવી કસરત અથવા યોગા પણ કરી શકો છો જે ખોરાક પાચન કરે છે અને નિયમિત કસરત કરવાથી ભૂખ પણ લાગે છે.
ઉપરોક્ત દરેક આદત એકદમ સરળ છે અને આપણા પાચન પર તેની ખાસ અસર રહે છે. જેથી દરેક આદત વિકસિત કરવાના પ્રયત્ન કરવા.