આઝાદીના
ખાસ્સા વર્ષ બાદ
ગાંધીજીની દેશમાં
લટાર…
એક પછી એક
ઘણાને મળ્યા
વાતચીત
વ્યવહાર તપાસ્યા….
ને અંતે ચશ્માંના
કાચ લૂછતાં
સજળ નેત્રે
બળતા હૈયે બળબળે છે…
આ માણસ…
માણસ સિવાય ઘણું બધું છે
ને એજ મારી આંખે ખૂંચતુ કણું છે…
ને કોઇ ગલ્લે
વૈષ્ણવ જન તો તેને કહીયે….
સંભળાઇ રહ્યું છે..
ચાની ચુસ્કી સાથે આછેરી વાત બાપુએ સાંભળી
આજ બાપુનો જન્મ દિન ખરોને…
ને બાપુ હજીયે કશું
ન થયું જાણી
પેલા સજાવેલા સર્કલે
ફરી મૂર્તિમંત થઇ
એક લાકડીના ટેકે ગોઠવાઈ ગયા….
રચના: નિલેશ બગથરિયા
“નીલ “