…
આજે સવાર થી પત્ની નો અવાજ સભળાયો ન હતો..
મને નવાઈ લાગી
રોજ સવારે છવાગે ઉઠી જનારી આજ કેમ હજી સુતી છે ?
હુ બેડ રુમ મા ગયો ..
એ જાગી ગઈ હતી પણ બારી બહાર જોઇ રહી હતી..
મે તેના માથે હાથ ફેરવી ને કહ્યુ “જયશ્રીકૃષ્ણ”
આજે તારી તબીયત બરાબર છે ને ?
પછી મારે ખભે હાથ મુકી રડી પડી..
હુ કારણ સમજી ગયો છતા અજાણ હતો
હું એની બાજુમાં બેઠો અને કહ્યુ શાભળ …
પરિવર્તન એ સંસારનો નિયમ છે…
જે પરિવર્તનની સાથે ડગલાં માંડ્તો નથી એ દુઃખી થાય છે… અથવા વહેતા પ્રવાહથી બહાર ફેંકાઈ જાય છે..
એક વાત યાદ રાખજે, આપણે આનંદમાં રહેવું કે દુઃખી થવું તેનો અધિકાર માત્ર આપણી પાસે હોવો જોઈએ…
કોઈ પણ વ્યક્તિના વાણી, વર્તન કે વ્યવહાર આપણા વર્તમાન કે ભવિષ્યના જીવનને વિચલિત કેવી રીતે કરી શકે ?
એણે મને કહ્યુ
વાર તહેવારે કે રજાના દિવસોમાં આપણો દિકરો અને તેની પત્ની હમેશા આપણને બન્નેને એકલા મૂકી બહાર નીકળી જાય છે….તમને આ યોગ્ય લાગે છે ?
અરે ગાંડી… પંખી ને પાંખ આવે એટલે ઉડે …
આ “હક્ક અને ફરજ” ની પક્કડ દોડમાં આપણે આપણો સમય બરબાદ શા માટે કરવો જોઈએ.?
કોઈને પકડવા પ્રયત્ન જેટલો કરીશું એટલું એ વધારે દોડશે…
પડતા મૂકી દેવા જોઈએ એવી વ્યક્તિઓને જેમને તમારા પ્રેમની કદર નથી…
તેને નજર અંદાજ કરતા શીખવું પડશે..
તેની મેળે આવી વ્યક્તિઓ પરત આવશે….
તારે ધુળેટી જ રમવી છે ને ?
એ મારી સામે જોતી રહી.
મેં કીધું આવતા અઠવાડિયે હોળી છે…હવે બાકી બચેલ જીવન અને તેની સાથે સંકળાયેલ તહેવાર અને રજાઓ ક્યાં અને કેવી રીતે ઉજવવવા એ મારી ઉપર છોડ..
આ વખતની ધુળેટી મેં ગોકુળ મથુરા અને વૃંદાવન માં ગાળવાનું નક્કી કર્યું છે…
તું જ માત્ર નહીં હું પણ થાકી ગયો છું ..
હવે મેં પણ નિર્ણય કર્યો છે કોઈ પણ તહેવાર ઘરે નહિ ઉજવું.
દરેક તહેવાર પ્રમાણે સ્થળ મેં નક્કી કરી લીધા છે.
હોળી ધુળેટી માં વૃંદાવન મથુરા જતું રહેવું છે
નવરાત્રી માં ધરે મુબઇ ડાડીઆ
અને દિવાળી મા કચ્છ મદિર અને ઉનાળુ વેકેશન.. કોઈ પણ હિલ સ્ટેશન ઉપર જતા રહેવું…
એના મોઢા ઉપર આનંદ દેખાયો..એ બોલી તો જન્માષ્ટમી તો આપણે ધરે…
અને પછી ડાકોર અથવા દ્વારકા જતા રહેવાનું..
હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે..
તેઓ કમાય છે..
સારી વાત છે..તે લોકોની આર્થિક સધ્ધરતામાં આપણે ખુશ છીયે..
પણ આર્થિક સધ્ધરતાને કારણે તેઓ નું સ્વચ્છંદીપણુ મને માન્ય પણ નથી.
તારું અને મારું જીવન સ્વમાનથી જીવાય તેટલું ઈશ્વરે આપ્યું છે…
તેઓની તકલીફમાં આપણે ઉભા છીયે..પણ એ લોકોની આર્થિક સધ્ધરતાના ધુમાડા મારા કે તારા ઉપર કાઢે એ તું જાણે છે મારા થી સહન થાય તેમ નથી..
હું મૌન બની તમાશો ઘરનો જોઇ રહ્યો છું..પણ તેનો મતલબ એ પણ નથી કે હું તારી લાગણી સમજતો નથી.
દરેક વ્યક્તિને સારાપણાનો થાક લાગે. અને હવે તું નહિ હું પણ થાક્યો તેમના સ્વચ્છંદીપણાથી.
તહેવાર પરિવાર સાથે ઉજવવાની મજા હોય છે. પણ ઘણા સમયથી તહેવારમાં પણ એકલો પડી ગયો હોય તેવું લાગે છે
જો તહેવાર કે રજાના દિવસો ઘરમાં એકલા જ રહેવાનું હોય તો તું પણ માર ઘર ને હવે તાળું…તૈયારી કર વૃંદાવન જવાની બે દિવસ પછી ટ્રેનની ટિકિટ બુક કરાવી લઈ એ…
એ આનંદથી મને ભેટી પડી. એ બોલી આ તમારો નિર્ણય મને બહુ ગમ્યો..
બીજે દિવસે ડાઇનિંગ ટેબલ ઉપર ડીનર લેતા મેં દિકરા અને વહુ ને કીધું, બેટા અમે હોળી ઉપર ઘરે નથી, તમારી જાણ ખાતર.
ક્યાં જાવ છો પપ્પા
મેં કીધું બસ ફરવા
પણ ક્યા…? એ બોલ્યો.
મેં કીધું ..
તમને જ્યારે અમે પુછીએ છીએ ત્યારે તમે અમને એટલું જ ફરવા …પણ કયા ?
એ કહો છો
દિકરો સમજી ગયો..પપ્પા સીધો જવાબ આપતા નથી..
એટલે તેણે પોતા ની મમી સામે જોઈ કીધું મમ્મી તું કહે પપ્પા સીધા જવાબ નહિ આપે..
બેટા દરેક તહેવાર હું અને તારા પપ્પા ઘરમાં એકલા પડી જઇએ છીયે..દરેક તહેવાર ઉજ્વવા તમને તમારું મિત્ર મંડળ મળી ગયું છે..
તમારા રૂટિનના વ્યસ્ત જીવનમાં અમે અપેક્ષા ન રાખીયે પણ રજા કે તહેવારમાં અમે આશા જરૂર રાખીએ કે આપણે બધા સાથે તહેવારની ઉજવણી કરીએ.
અમે એ પણ જાણીએ છીએ કે તમે મોટા થઈ ગયા છો..
કમાતા થઈ ગયા છો હાથ પગ અને જીભ પણ હવે ચાલવા લાગી છે. તમે તમારી મરજીના માલિક છો.. તમને રોકવાનો અધિકાર જ્યારે અમે ગુમાવી દીધો છે, ત્યારે આવા સંજોગમાં અમારી પાસે અંતિમ વિકલ્પ અમારો વ્યક્તિગત નિર્ણય લેવાનો અધિકાર જે હતો તે અમે ભૂલી જ ગયા હતા..
અત્યારે તો તારા પપ્પા એ ટ્રેનની ટિકિટ બુક કરાવી છે, અમે આઠ દિવસ માટે ગોકુળ મથુરા અને વૃંદાવન હોળી ધુળેટી રમવા જઇએ છીએ.
બાકી તારા ધ્યાન માટે હવે પછીના કોઈ પણ તહેવાર તારા પપ્પા ઘરમાં ઉજવવા માંગતા નથી..
તેમણે દરેક તહેવારનું સમય પત્રક બનાવી દીધું છે..તમે પણ તમારા મિત્રો સાથે રજાના દિવસ અને તહેવાર દરમ્યાન આનંદ કરો અને અમે પણ અમારું નિવૃત જીવન અમારી ઉંમરની ગમતી વ્યક્તિઓ સાથે ગાળીએ.
બેટા એક વાત યાદ રાખજે
કોઈ પણ વાતનો જ્યારે અતિરેક થાય ત્યારે જીવનનોરસ્તો કે સ્વભાવ બદલવા કોઈ પણ વ્યક્તિ મજબુર થાય છે.
બસ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા..
અમે જ્યારે વૃંદાવનથી પાછા ફર્યા ત્યારે અચાનક દિકરો અને તેની પત્ની ને રેલવે સ્ટેશન ઉપર જોઈ અમે ખુશ થયા…
વહુ અને દિકરો બન્ને અમને બન્ને ને દોડી અને ભેટી પડયા.. બન્નેની આંખોમાં પ્રાયશ્ચિતના આંસુ હતા..
તેઓ માત્ર એટલું બોલ્યા પપ્પા અઠવાડિયામાં એકલતા અને એકાંતનો મતલબ અમે સમજી ગયા…
દિકરા અને વહુ ની અચાનક નજર મારી પાછળ વહુ ના મમ્મી પપ્પા મતલબ મારા દિકરા સાસુ સસરા સામાન સાથે ઉભા હતા ત્યાં પડી.
વહુ એ આશ્ચર્ય સાથે પૂછ્યું અરે પપ્પા મમ્મી તમે પણ વૃંદાવન ગયા હતા ?
વહુ ના પપ્પા બોલ્યા, હા બેટા, જે વ્યથા તારા સસરા ની છે એજ વ્યથા અમારી છે.
અમે પણ તેહવારમાં એકલા પડી જઇએ છીએ..તારા ભાઈ ભાભી રજાના દિવસોમાં ઘરમાં હોતા જ નથી અમે સમદુખિયા છીએ ..
એટલે હવે અમે બન્ને પરિવારે તહેવારમાં બહાર નીકળી જવાનું નક્કી કર્યું છે.
દિકરો અને વહુ હાથ જોડી બોલ્યા…
અમે ભૂલી ગયા હતા મિત્રો સિવાય પણ ઘરે આપણી કોઈ રાહ જોઈ બેઠા છે…
જેમણે પોતાનું સર્વસ્વ આપણી પ્રગતિ પાછળ ન્યોછાવર કરી દીધું છે.
હવે અમે તમને વચન આપીએ છીએ..તહેવાર હોય કે રજા તમારી સાથે, પછી એ બહાર હોય કે ઘર ની અંદર..
હું અને મારી પત્ની બધા એક બીજા સામે જોતા રહ્યા…
મિત્રો
મૃત્યુ જેટલી કડવી વાસ્તવિકતા છે તેટલું ઘડપણ પણ
એક કડવી વાસ્તવિકતા છે…
જેનાથી કોઈ બચ્યું નથી
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલીયા
જોબનયુ આજ આવ્યું ને કાલે જાશે..
જોબનીયા ને પગ ની પાની માં રાખો..
જોબનીયુ આજ આવ્યું અને કાલે જાશે..
કોઈ પણ ભોગે એવી વ્યક્તિ ને ખાસ સાચવી લેજો
જેણે તમને આ ત્રણ ભેટ સુખ અને દુઃખ ના સમયે આપી હોય ..
“સાથ ,સમય અને સમર્પણ”
તમારા વ્યસ્ત જીવન માંથી તેમના માટે પણ થોડો સમય ફાળવો.