આજે શિક્ષક દિવસ…. આમ તો આપણે લોકો માટે સામાન્ય ઉજવણી નો સરકારી દિવસ .. જેમાં ધાર્મિકતા નહોય એવા રાષ્ટ્રીય / શૌક્ષણીક સામાજીક પર્વ ની ઉજવણી કરવા આપણે ટેવાયેલા નથી પરંતુ ચાણક્ય નું એ અમર વાક્ય કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મૈ પલતે હૈ”
30 જાન્યુઆરી 1987 નો દિવસ અમેરીકા નું જમ્બો જેટ વિમાન વિએટનામ ની સ્વતંત્રતા માટે લડતા વિએટનામ ના સ્વતંત્ર્યતા સેનાની અને અમેરિકા માટે આતંકવાદી એવા 4 લોકો એ હાઇજેક કર્યું 367 મુસાફરો નો જીવ જોખમ માં 5 દિવસ વાટાઘાટો ચાલી કોઇ જ પરીણામ ના આવ્યું ત્યારે અમેરીકા ના રક્ષા મંત્રી ને મળવા મહામહેનતે એક 87 વર્ષ ના વૃદ્ધ પહોંચે છે અને કહે છે હું વાટાઘાટો કરૂં મને ચોક્કસ ખાત્રી છે કે મારી વાત માનશે કારણ કે હું મુખ્ય અપહરણ કર્તા નો પ્રાથમિક શિક્ષક છુ બધાં હસે છે પણ બે દિવસ લંબાવ્યા પછી 7 સાતમા દિવસે તેને વાતચિત સોંપે છે 22 વર્ષ પહેલાં ભણી ચુકેલો તે વિધાર્થી 2 થી 3 મિનિટ ની વાતચિત ના અંતે હાઇજેક કરેલ પ્લેન ના મુસાફરો ની માફી માંગવા સાથે તે પ્લેન ને છોડી શરણાગતી સ્વિકારી લે છે … બસ આજ છે શિક્ષક ની અમીટ છાપ આજે પણ અમેરિકા ના એક એરપોર્ટ નુ નામ એક પ્રાથમિક શાળાના શિક્ષક ના નામે છે .
એક શિક્ષક પોતાની યહુદી ઓ વિશે ની સાચી ખોટી ધારણા વર્ગ ખંડ માં વિધાર્થી ને કહેછે અને તેના થી એક વિધાર્થી ના મન માં ગાંઠ વળી જાય છે યહુદી ઓ નો હત્યાંકાંડ કરે છે અને હિટલર પેદા થાય છે .. તો એક શિક્ષક યુરોપ ની વિધાર્થીની ઓ ને ભારત ની ગરીબી અને રક્તપિતીયા ઓ ની સેવા નુ સમજાવે છે અને એ વિધાર્થી ની ઓ મધર ટેરેસા બને છે….
જેને માત્ર પૈસા માં રસ હોય તેને બીજુ બધુ જ બનવું પણ માત્ર શિક્ષક અને સૈનીક ના બનવું કારણ કે આ રોજે રોજ ની પરીક્ષા ના સંતોષ આપતાં ક્ષેત્ર છે. અઢળક પૈસા આપતા ક્ષેત્ર નથી કોઇ પણ શિક્ષક માટે તેના જીવન નુ ટોનીક તેના ભુતપુર્વ વિધાર્થીઓ હોય છે … કોઇ પણ સંસ્થા ની સફળતા માં 90% હિસ્સો શિક્ષકો ના સમર્પણ નો હોય છે કોઇ પણ સંસ્થા માત્ર ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર કે કરોડપતી ટ્રસ્ટી ઓ નથી ચાલતી પણ શિક્ષકો ના સમર્પણ ભાવ થી ચાલે છે પુજ્ય મોરારીબાપુ કહે છે કે શાળા માં ઇન્ફ્રાસ્ટ્રકચર ઓછું હોય તો ચાલશે પણ શિક્ષક નું આત્મબળ ઓછું નહીં ચાલે ..
અને જય વસાવડા ના શબ્દો માં કહી એ તો 21 મી સદી નો શિક્ષક ચાણક્ય જેવો માત્ર માર્ગદર્શક નહીં પણ શ્રી કૃષ્ણ જેવો હોવો જોઇએ જે માર્ગદર્શન તો આપી જ શકે , જરૂર પડે ત્યાં દુત બને , સારથી ( ડ્રાઇવર ) બને , યોદ્ધા બને , મિત્ર બને , અરે પોતા ના પૈત્ર ની પ્રેમિકા ઓખા માટે સ્વયં શિવજી સાથે લડી ઓખા હરણ કરી શકે … તેવો મલ્ટીપલ જોઇએ
ગુણવંત શાહ કહે છે કે જે ને નબળા વિધાર્થી પ્રત્યે રૂચી ના હોય તેને શિક્ષક ના કહેવાય …
શાળા છોડ્યા પછી જો તમારા વિધાર્થી તમને ભાવ સાથે મળવા આવે તો તેમની પ્રગતી તમારી સાથે શેર કરે તો તમે સફળ શિક્ષક નહીંતર માત્ર ખાલી નોકરીયાત !!!
સર્વ શિક્ષક સાચા અર્થમાં શિક્ષક બને તેવી કામના…