નર્સને આપણે ભણેલા ને અંભણ સહુ sister કહેતા. Sister એટલે બ્હેન. આ કેવળ માનાર્થે સંબોંધન નથી. આપણા જીવનમાં બ્હેનનું જે સ્થાન છે, એની સાથે જોડાયેલ જે ભાવના છે એ સઘળું આ સંબોધનમાં છે. નિસ્વાર્થ સ્નેહ અટલે બ્હેન. આ પરંપરા હતી. હવે તો ભાઇઓ પણ આ ક્ષેત્રે સેવારત છે.
સ્વસ્થ વ્યક્તિને એમના જીવન વિષે કલ્પના ન થઇ શકે. માંદગીનાં બિછાને હોય એમને પોતાનાં જીવનની રક્ષા કરનાર નર્સનો મહિમા કહેવો ન પડે. હોસ્પિટલના ઓરડામાં એ બે જણ હોય છે – ને દરવાજેકાહ જોતું જીવન કે મૃત્યુ.

કોવિડકાળમાં જે પરિસ્થિતિ હતી એની યાદ માત્ર કરો તો આપોઆપ નર્સને વંદન થઇ જશે.
એવે સમયે જે પાસે રહીને પીડા હરે તે નર્સ
દર્દ ની ઘડીએ પાસે રહીને પીડા હરે તે નર્સ
સુખ ને દુ:ખની વચ્ચે ઝૂલતાં મનનું નામ છે નર્સ
સેવા નામનો મંત્ર જપે છે એનું નામ છે નર્સ