આજથી ગુજરાત રાજ્યમાં 35 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય રહશે બંધ. રાજ્યમાં આજથી ઉનાળાનું વેકેશન પડી ગયું છે જે હવે 13 મેં ના રોજ ખુલશે. આજથી શરૂ થતા લાંબા ગાળાના વેકેશનથી ફરવાના સ્થળોએ જોવા મળશે ભારે ભીડ. ઉનાળાના વેકેશન શરૂ થતા પહેલા જ ગુજરાતથી જતી ટ્રેનો હાઉસફુલ થઇ ગઈ છે તો કેટલીક ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 500 કરતા પણ વધારે જોવા મળી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના ફેમસ તેમેજ ગુજરાતની બહારના ફરવાલાયક સ્થળોએ લોકોની ભીડ જોવા મળશે.
ફરવા જતા આટલું ધ્યાન રાખવું પડશે.
ઉનાળાનું વેકેશન પડતા જ લોકો બહાર જવાનો પ્લાન કરી રહી છે પરંતુ બહાર જતા પહેલા કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું ધ્યાન રાખવું પડશે અને ટ્રેનમાં કે બસમાં મુસાફરી દરમિયાન તેમજ હોટેલમાં રોકાવવા માટે તમારે કોરોના વેક્સીન લગાવેલું સર્ટિફિકેટ તમારી સાથે રાખવું પડશે. હાલ કોરોના કેસોમાં વધારો થયો હોવાથી કેટલીક જગ્યાએ આરટીપીસીઆર ટેસ્ટનું સર્ટિફિકેટ પણ રાખવું જરૂરી રહશે. તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો બહાર જવાનું ટાળવું વધારે હિતાવહ છે.
ગુજરાતના આ સ્થળોએ જોવા મળશે ભીડ
ગુજરાતમાં સૌથી લાંબા વેકેશનનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં ઘણા એવા સ્થળો જે જ્યાં સહેલાણીઓ દર વર્ષે મુલાકાત કરે છે. ગુજરાતમાં દરિયા કાંઠે દીવ, દમણ, સોમનાથ, દ્વારકા પોરબંદર જેવા સ્થળોએ જોવા મળશે ભીડ તો બીજી બાજુ સાસણગીર, તુલસી શ્યામ, કચ્છમાં રહશે ઘસારો. ધાર્મિક સ્થળોએ પણ દર્શનાર્થીઓ ઉમટી પડશે.
અન્ય રાજ્યોમાં જોવા લાયક સ્થળો
ગુજરાતમાં તો જોવા લાયક ઘણા સ્થળો છે તેમ છતાં ઘણા લોકો લાંબા વેકેશનનો આંનદ લેવા માટે અન્ય રાજ્યોમાં ફરવા જતા હોઈ છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ કેરળ જેવા રાજ્યોમાં ગુજરાતીઓ વધુ પ્રવાસ કરતા હોય છે તો બીજી તરફ ચાર ધામ યાત્રા, રામેશ્વર, જગન્નાથ પુરી જેવા સ્થળોએ પણ લોકો દર્શન કરવા માટે જશે.
ગુજરાતીઓનું વિદેશ તરફ આર્કષણ.
ગુજરાતી લોકો ફક્ત રાજ્યમાં જ કે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જવાના શોખ ધરાવે છે ગુજરાતના લોકોમાં વિદેશ ફરવાનું ખાસું આર્કષણ છે. ગુજરાતના ઘણા લોકો ઉનાળાના વેકેશનમાં દુબઇ, ભૂટાન, યુરોપ તેમેજ યુએસ ટુરમાં નીકળી જાય છે. બીજી તરફ માલદીવ, સિંગાપુર, મલેશિયા જેવા સ્થળોએ પણ ગુજરાતના લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય છે.