બાળકોને ખાવામાં નખરા વધારે હોય છે. બાળકોના નખરાંથી પેરેન્ટ્સ કંટાળી જતા હોય છે. એમાં પણ ખાસ કરીને વિકેન્ડમાં એટલે કે બાળકોને જ્યારે સ્કૂલમાં રજા હોય ત્યારે ખાવા-પીવાના નખરાં વધી જતા હોય છે. આમ, જો તમે પણ વિકેન્ડમાં શું બનાવવું એ વિચારી રહ્યા છો તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. તો તમે પણ વિકેન્ડમાં બાળકો માટે ઘરે બનાવો આઇસ્ક્રીમ સેન્ડવિચ.
સામગ્રી
- ½ કપ કોકો પાઉડર
- ½ કપ ખાંડ
- ½ કપ મેંદો
- 2 ચમચી માખણ
- 2 કપ આઇસ્ક્રીમ
- 1 ચમચી વેનીલા એસેંસ
- મીઠું.
- 1 ચમચી બેકિંગ પાઉડર
બનાવવાની રીત
- આઇસ્ક્રીમ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો.
- હવે આ બાઉલમાં માખણ અને ખાંડ નાંખીને બરાબર ફેંટી લો. આ મિશ્રણને તમારે બરાબર હલાવવાનું રહેશે.
- ત્યારબાદ આમાં વેનીલા એસેંસ મિક્સ કરો.
- પછી ફરીથી આમાં ખાંડ નાંખો અને એને બરાબર ધૂંટી લો.
- હવે આ બાઉલ પર છાયણી મુકો અને પછી એમાં મેંદો, કોકો પાઉડર અને બેકિંગ પાઉડર નાંખીને છાળી લો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે બેટરને બરાબર મિક્સ કરી લો. આ બેટર બને એટલું વધારે હલાવો જેથી કરીને સોફ્ટનેસ આવે.
- તૈયાર કરેલા બેટરને બેકિંગ ડિશમાં નાંખો અને 180 ડિગ્રી હીટ પર 30 મિનિટ માટે બેક કરી લો.
- નક્કી કરેલા સમય પછી કેક બટરને ઉતારી લો.
- હવે આ કેકને ઠંડી થવા દો. ત્યારબાદ આને સરખા ભાગમાં કટ કરી લો.
- હવે પહેલા ભાગમાં આઇસ્ક્રીમ અને બીજા ભાગમાં બેટર લગાવો.
- તો તૈયાર છે યમી આઇસ્ક્રિમ સેન્ડવિચ.
- હવે આ સેન્ડવિચને સર્વિંગ પ્લેટમાં નાંખો સર્વ કરો.
- તમે ઇચ્છો તો આને ડ્રાયફ્રૂટ્સ સાથે પણ સજાવી શકો છો.
- આ સેન્ડવિચ આઇસ્ક્રીમ ખાવાની બહુ જ મજા આવે છે. આ સેન્ડવિચ તમારું બાળક ફટાફટ ખાઇ લેશે અને તમારે એની પાછળ ખવડાવવા માટે ફરવું પણ નહિં પડે.
- તો તમે પણ ઘરે આ રીતે બનાવો સેન્ડવિચ આઇસ્ક્રીમ.