આજ થી વીસ વરસ પેલા આંગણા નું ખૂબ મહત્વ હતું મારી , ઇટ,કપચી ,રેતી ,અથવા છાણ થી બનેલા આંગણા માં એક તુલસી નો ક્યારો જેમાં એક દીવો ને વડ, પીપળા,બદામ નું મોટું ઝાડ સવારે ચાર વાગ્યે વહુ ઉઠે કે સૌથી પેલા આંગણા ને સાફ કરી તુલસી ને દીવો કરે એની કાચ ની બંગડીઓ , ને છન છન કરતા જાંજર નો રણકાર આહાહા આખું આંગણું જીવી ઉઠે સાસરી મા પેહેલા ગમન એજ આંગણિયે થાય વરસ ના પાપડ ,અથાણાં ,મરચા સારેવડા બધું જ ત્યાં બને જન્માષ્ટમી ,હોડી ,દિવાળી નવલા નોરતા ની રમઝટ એ પણ આજ આંગણે શુભ લગ્ન માં તો પીઠી , મહેંદી, સંગીત ,લગ્નગીતો નો ગુંજારવ ને સુવાવડ નું શ્રીમંત પણ અહી જ શોભી ઉઠે અને અંતે અંતિમ વિદાય ની નનામી પણ ત્યાં જ મુકાય સર , નરસા પ્રસંગો નું સાક્ષી આં આંગણું આં જ ના આધુનિક સમય માં મરણ પામ્યું છે.
~ માનસી શાસ્ત્રી