વાત વણસી જાય એવું છે હવે,
આંખ વરસી જાય એવું છે હવે,
વેદનાઓ ઉંચકીને હું ફર્યો
દિલ કણસી જાય એવું છે હવે,
કાળજું કાપી જશે વાતો હવે,
કોઈ ફરસી જાય એવું છે હવે,
દૂર ચાલી નીકળ્યા છો આપ પણ
આંખ તરસી જાય એવું છે હવે,
રાહ જોવામાં વિતે છે જિંદગી,
સાવ નરસી જાય એવું છે હવે,
હિંમતસિંહ ઝાલા