ટીવી અને મોબાઈલ ના અતિરેક વાળા આજના સમય માં આંખો અને તેની સંભાળ ખુબજ મહત્વની બાબત છે. આંખોના નંબરથી છુટકારો પામવા અને આંખોની સુરક્ષા કરવા અહી તમને કેટલીક ટિપ્સ જણાવવામાં આવે છે. તમે ધ્યાનપૂર્વક રીતે ટિપ્સ અપનાવશો તો આંખોના નંબર ઉતરી શકે છે તેવું અનેક લોકોનું સ્વાનુભવે માનવું છે
- દરરોજ 1- 2 ગાજરને ચાવી ચાવીને ખાવા અને ત્યારબાદ તેનો રસ કરીને જમ્યાના કલાક બાદ પીવો જોઈએ.
- શાકભાજીમાં કોબીજ સરળતાથી મળી રહે છે તો તેનો ઉપયોગ કરી આંખના નંબર દુર કરી શકાય છે. દરરોજ ભોજન સાથે 50 થી 100 ગ્રામ માત્રામાં કોબીજના પાન બારીક કરી એના પર સિંધાલૂણ અને કાળી મરી નાખી ચાવીને ખાવો.
- અડધી ચમચી માખણ અડધી ચમચી વાટેલી શાકર અને થોડી કાળી મરી સ્વાદ મુજબ માત્રામાં લઈને ત્રણેને મિકસ કરી ચાટો. એ પછી કાચા નારિયલના 2-3 કટકા ખૂબ સારી ચાવો. હવે થોડી વરિયાળી મુખમાં નાખી ને અડધા કલાક મુખમાં રાખી ચાવતા કે ચૂસતા રહો અને પછી ગળી જાઓ.
- ભોજનમાં કોબીજ ગાજર ,આમળા, પાકા લાલ ટમેટા, કોથમીર, સલાદ, કેળા, સંતરા, ખારેક લીલી શાક ભાજી દૂધ માખણ મલાઈ વગેરે ના સેવન ઉચિત માત્રામાં જરૂર કરો જેનાથી ચશમાના નંબર ઘટી જશે.
- કાકડી અને બટેકાની સ્લાઈસ આંખો પર 10 મિનિટ સુધી મૂકી રાખવી જેનાથી આંખોને ઠંડક મળે છે.
ચાલો તો આંખના આયખાને સ્વસ્થતાપૂર્વક કહીયે કે આયુષ્માન ભાવ !!