ટેસ્ટ સીરીઝ (Test Series)માં શાનદાર જીત પછી શુક્રવારથી શરૂ થઈ રહેલી ટી-20 સીરીઝ (T-20 Series) પહેલા ભારતીય ટીમ (Indian Team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ ઓપનિંગને લઈને શંકાઓને દૂર કરી હતી. વિરાટ કોહલી (Virat Kohli)એ કહ્યું કે રોહિત શર્મા (Rohit Shamra) અને લોકેશ રાહુલ (Lokesh Rahul) ટી-20 સીરીઝ(T-20 Series) માં ઓપનિંગ કરશે. જો કે આર.અશ્વિન (R.Ashwin)ને લઈને સવાલ પૂછવામાં આવતા કોહલી ગુસ્સે થઈ ગયો હતો અને કહ્યું હતું કે કોઈપણ સવાલ પૂછતા પહેલા તે સવાલનો કોઈ મતલબ પણ હોવો જોઈએ.
ઈંગ્લેન્ડની વિરૂદ્ધ પાંચ મેચોની ટી-20 સીરીઝ શરૂ થતા પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, જો રોહિત શર્મા રમે છે તો લોકેશ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરશે. તેનો મતલબ એ થયો કે શિખર ધવનની જગ્યા ઈલેવનમાં નહીં થાય. કોહલીએ વધુમા કહ્યું કે, રોહિત શર્મા જો આરામ કરે અથવા તો રાહુલ ઈજાગ્રસ્ત થાય તો શિખર ધવનને તક મળશે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલ જ હશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે વોશિંગ્ટન સુંદરના શાનદાર પ્રદર્શનને લઈને રવિશંકર અશ્વિન માટે નાના ક્રિકેટ ફોર્મેટમાં જગ્યા નથી. શાનદાર ફોર્મમાં રહેલા અશ્વિનને નાના ક્રિકેટ ફોર્મેટની ટીમમાં પરત ફરવાની સંભાવવાને લઈને સવાલ કરવામાં આવતા વિરાટ કોહલી ગુસ્સે થઈ ગયો હતો. વિરાટ કોહલી એ કહ્યું કે, વોશિંગ્ટન સુંદર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. એક જ વિદ્યાના બે ખેલાડી ટીમમાં ન હોય શકે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુમાં કહ્યું કે, સવાલ પૂછતા સમયે કોઈ તર્ક પણ હોવો જોઈએ. તમે જ જણાવો કે અશ્વિનને ટીમમાં ક્યાં રાખી શકું ? ટીમમાં તેમના માટે કોઈપણ જગ્યા નથી બની શકતી. વોશિંગ્ટન પહેલાથી જ ટીમમાં છે. સવાલ પૂછવા આસાન છે પરંતુ પહેલા પોતાને પણ તેનો તર્ક ખબર હોવી જોઈએ.
ભારતીય કેપ્ટન કોહલીએ વધુમાં કહ્યું કે, દરેકને સમજવું પડશે કે ભારતીય ક્રિકેટ ટીમ માટે અમે એક વ્યવસ્થા બનાવી છે. અમને આશા છે કે દરેક તેનું પાલન કરશે. તેમાં સમજૂતીની કોઈ જ સંભાવના નથી. ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર ટી-20 વર્લ્ડકપની તૈયારી ઈઁગ્લેન્ડની વિરૂદ્ધ આ ટી-20 સીરીઝથી જ શરૂ થશે. કેપ્ટન વિરાટ કોહલીએ ટીમની પસંદગીને લઈને કેટલાક સંકેત પણ આપ્યા છે.
VR Sunil Gohil