કોરોના વાયરસ(Coroma Virus)ના કટોકટીકાળમાં સામાન્ય લોકોની આવકમાં જંગી ઘટાડો થયો છે જ્યારે બીજી બાજુ ધનિકોની સંપત્તિમાં વધારો થયો છે. આજે અમે તમને દુનિયાના બીજા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ વિશે જણાવીશુ જેની પાસેથી વિશ્વના 139 દેશોની સંપત્તિ કરતા પણ વધારે સંપત્તિ છે.
તમે ઇ-કોમર્સ એમેઝોન (Amazon) નામ તો સાંભળ્યુ જ હશે. આ કંપનીના માલિક જેફ બેઝોસ (Jeff Bezos) છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ધનવાન વ્યક્તિ અને તેમની પાસે દુનિયાના 139 દેશો કરતા વધારે સંપત્તિ છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ બેઝોસની કુલ સંપત્તિ 193 અબજ ડોલર જેટલી છે જે દુનિયના 138 દેશોની કુલ જીડીપી કરતા પણ વધારે છે.
ટેસ્લા ઇન્ક અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્ક પાછલા મહિને જેફ બેઝોસને પછાડીને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. બેઝોસ ઓક્ટોબર 2017થી દુનિયાના સૌથી મોટા ધનવાન વ્યક્તિના પદ પર હતા. કોરોના વાયરસને કારણે આવેલ આર્થિક મંદી વચ્ચે પણ એલન મસ્કની નેટવર્થ 150 અબજ ડોલર વધી છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના મતાનુસાર એલન મસ્કની નેટવર્થ 204 અબજ ડોલર છે જ્યારે જેફ બેઝોસ 193 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાન બીજા ક્રમના સૌથી મોટા અમીર વ્યક્તિ છે.
VR Sunil Gohil