મૌન શાને તમે તોડો છો,અરે આ તે કેવું તમે બોલો છો ?
રહેવા દો રાઝ દિલમાં દફન, તમે કેમ તે ખોલો છો ?
અરે આ નશો તો મહોબ્બતનો છે કે પછી મદિરાનો ?
લાજ સાવ કોરાણે મૂકીને તમે ભરબજારે ડોલો છો ?
તમારી સંગતમાં તમારો પડછાયો બનીને રહેવું હતું,
ઢળતી જીવન સંધ્યાએ આયખાનો મોલ શાને મોલો છો ?
તનના ઘાવ સૌને દેખાય મનના ઘાવ ક્યાં દેખાય છે ?
નાઇલાજ ભીતરનું દર્દ – તમે તેને શા માટે ખોલો છો ?
કુદરત તો ખીલવે છે ફૂલ ઈશ્વરના સમર્પણ કાજે,
રૂપિયા પૈસામાં મોલ કરી તમે તેને શા માટે તોલો છો ?
-દિનેશ નાયક “અક્ષર”