બોલિવુડ એક્ટ્રેસ પૂજા હેગડે આજકાલ આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, પૂજાની ખુશીનો પાર નથી કારણકે તેણે મુંબઈના પોશ વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. પૂજાએ આ ઘર પોતાની મહેનતના રૂપિયાથી ખરીદ્યું છે. પૂજાએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સી-ફેસિંગ (sea facing) ઘર ખરીદ્યું છે.
પૂજા પોતાના 3 BHK એપાર્ટમેન્ટમાં સ્વતંત્ર રીતે રહેશે. પૂજાનું નવું ઘર તેના મમ્મી પપ્પાના મકાનથી નજીક જ છે.રસપ્રદ વાત તો એ છે, કામમા વ્યસ્ત હોવા છતાં પૂજા પોતાના ઘરના ઈન્ટિરિયરમાં અંગત રસ દાખવી રહી છે. બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને પૂજાએ ઘરના ઈન્ટિરિયરની નાનામાં નાની બાબતમાં ધ્યાન આપ્યું છે. “પૂજા આ ઘરને પોતાનું બાળક માને છે. તેણે ઘરની ડિઝાઈનિંગથી લઈને મટિરિયલ પસંદ કરવા સુધીની બાબતમાં વિશેષ ધ્યાન આપ્યું છે. પૂજા બેક ટુ બેક શૂટમાં વ્યસ્ત હોવા છતાં તેને એક દિવસનો પણ સમય મળે તો તે જ્યાં પણ હોય ત્યાંથી ઘરના ઈન્ટિરિયરનું કામ જોવા માટે મુંબઈ આવી જતી હતી. આ રીતે ભાગદોડ કરવામાં સખત શ્રમ પડતો હતો પરંતુ તે આખી પ્રક્રિયાનો ભાગ બનવા માગતી હતી”, તેમ સૂત્રો પાસેથી માહિતી મળી છે.
4 જાન્યુઆરીએ પૂજાએ નવા ઘરમાંથી એક તસવીર શેર કરી હતી. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં પૂજા કોઈ મટિરિયલની પસંદગી કરતી જોવા મળી રહી છે. તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું, “2021માં નવી શરૂઆત” સૂત્રોના જણાવ્યા અનુસાર, “પૂજા ક્યારેય એકલી નથી રહી પરંતુ આ પહેલીવાર છે જ્યારે તે નવા ઘરમાં એકલી રહેશે.”હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત પૂજા સાઉથની ફિલ્મોની પણ જાણીતી એક્ટ્રેસ છે. પૂજાએ 2012માં તમિલ ફિલ્મ ‘મુગામુડી’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે 2016માં હૃતિક રોશન સાથે ફિલ્મ ‘મોહેંજો દડો’થી પૂજાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો હાલ પૂજા પાસે ઘણી ફિલ્મો છે. હાલ પૂજા રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પૂજા ઉપરાંત રણવીર સિંહ, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડિઝ છે. પૂજા સલમાન ખાન સાથે ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં પણ દેખાશે. તો પ્રભાસ સાથેની ફિલ્મ ‘રાધે શ્યામ’માં પણ પૂજા લીડ રોલમાં છે. આ ફિલ્મનું ટીઝર 14 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.
VR Dhiren Jadav