મેરા મન… કહેને લગા….પાસ આ કે ન તું દૂર જા….દાદીનાં જન્મ પહેલાં નાં એ જૂના જમાનામાં જન્મેલા રેડિયોનાં સ્પીકર પર આવા ગીતો પણ આવી શકે એવા કોઈ જ અંદાજ આવે એ પહેલા વણમાંગી ઈચ્છાઓ મુજબ એ ગીત પણ આવ્યું..અનેરી એ ગીત માણે એ પહેલાં પપ્પા એ રેડિયો ને જાણે એવી રીતે બંધ કર્યો કે જાણે આ બધું પાપ રેડિયો એ પોતે કર્યું હોય. પછી તો શું રોજ ની માફક અનેરી મો ફુલાવીને કોલેજ જવાની તૈયારી કરી રહી હતી. ફરી એ જ ગીત નું સુંભળાવવાનું, અને પપ્પા નું ખૂબ ગુસ્સા સાથે અહીં સુધી આવવાનું થયું. પણ આ વખતે તેમનો ગુસ્સો વ્યાજબી ન કહી શકાય કારણ કે આ વખતે રેડિયો નહીં પણ અનેરીનાં ફોન પર જાણે તેની મિત્ર ચાહત બોલાવી રહી હતી. “હેલો, અની ! ક્યાં છે તું? કેટલી વાર છે યાર….જલ્દી આવ…!” ચાહત અને અનેરી બન્નેને ધરમવીર નો સ્ત્રી અવતાર કહી શકાય એવી ગાઢ મિત્રતા. (આમ તો ગાઢ શબ્દ પણ ટૂંકો પડે, પણ શબ્દોની અછત વચ્ચે ગાઢથી કામ ચલાવવું.)
આ એકવીસમી સદી નું ધરમવીર નું સ્ત્રી વર્ઝન કોલેજ, ક્લાસીસ, એકસ્ટ્રા ટાઈમ કોઈપણ સમયે સાથે જ હોય. અનેરીને એ જ રૂપ રૂપ નો અંબાર કહી શકીએ એવું વ્યક્તિત્વ ખરું અને પાછું ધનાઢય પરિવાર ની એ બધી જ લાક્ષણીક્તાઓ તેનાં મુખે ચળકતી દેખાય. મમ્મી–પપ્પા ની લાડકી ચાહત માધ્યમ વર્ગીય પરિવાર ની હોવા છતાં અનેરી ને ટક્કર ની હરીફાઈ આપે એવી, અપ્સરા નહીં પણ તેના થી ઓછી પણ નહીં.ફરી મેરા મન… વાગ્યું ત્યાંજ એ આયુષમાન ને જાણે સાઇલેન્ટ કરી ને અનેરી ઘર ની બહાર આવી અને બળબળતા મોઢે ચાહત ત્યાંજ ફાવી. “આટલી વાર કઈ હોય ? સર ને શું જવાબ આપીશું? ” નાં બબડતા સ્વરે બન્ને કલાસ તરફ જવાનાં થયા.સર જાણે એમનું સ્વાગત કરવાનાં હોય તેમ માર્મિક હાસ્ય સાથે ઉભા હતા, ટીચરને પણ કઈક ભણાવી દીધું હોઈ એવા ભાવ સાથે બન્ને એ ફર્સ્ટક્લાસ બહાનું બનાવી ને કલાસરૂમ માં પ્રવેશ મેળવયો.
“જોયું ! આમ સમજાવ્યા સર ને” ગર્વથી ભરેલા એ સ્વર સાથે બન્ને કલાસ માં પ્રવેશે છે.આ વાકય સાંભળવાનો ભાગીદાર એવો એકમાત્ર છોકરો પ્રણવ.પહેલી બેન્ચ પર બેઠેલો એ વ્યક્તિ જાતે પુરુષ. એટલે સ્ત્રી નાં રૂપ નાં વખાણ કરી શકીએ તેની જેમ તો ન જ લખી શકાય,પણ એટલું કહી શકાય પહેલી જ નજર માં કોઈ જ સંશય વગર ગમી જાય તેવું વ્યક્તિત્વ. શાંત અને સ્માર્ટ દેખાતો આ છોકરો હજું ગઈકાલે જ કોલેજ માં આવયો હતો. દિલ્લી એક વર્ષ નાં અભ્યાસ પછી પિતા નું ટ્રાન્સફર અમદાવાદ થતા તેને અહીં એડમીશન લીધું હતું. એક તો નવું એડમીશન અને ઉપર થી શાંત સ્વભાવ ને કારણે દરેક સાથે ઓછી વાતો કરતો. તેની સ્માટઝનેસ એટલી ચરમસીમા પર હતી કે જે તે પોતાના તેજસ્વી મોઢાં ને છપાવી શકતો ન હતો એ કારણે જ બધા વિદ્યાર્થીઓ પ્રણવ તરફ ઢળી પડતા. બધા વિદ્યાર્થીઓ માની એ એક એવા ધરમવીર નાં લેડીઝ વર્ઝન ને પણ ગમવા લાગયો હતો જો કે એ લોજીક મુજબ અનેરી નાં મને પ્રેમ ના ફણગા ફૂટવાની તૈયારી હતી, પરુંત વાસ્તવિકતા માં પ્રણવ ની અનેરી સાથે ઓછી પણ ચાહત સાથે ની મુલાકાતો વધતી ગઈ કારણ કે પ્રણવ અને ચાહત નાં પિતા એક જ સંસ્થા માં કામ કરતા જેના લીધે તેઓ એકબીજા ને ત્યાં અવર–જવર કરતા.
સમય વીતતો ગયો. કઈ સમજાયું નહી ને જોત જોતામાં જ ત્રણેય ની કોલેજ લાઈફ પુરી થઈ ગઈ. અનેરી આગળ અભ્યાસ માટે દિલ્હી ગઈ અને આ ધરમવીર ની જોડી અહીં થી જાણે વિખૂટી પડી. જો કે પ્રણવ અને ચાહત બન્ને એ આગળ નાં અભ્યાસ માટે અમદાવાદ માં જ રહેવાનું નક્કી કર્યું. પ્રણવ એક સમજદાર દીકરા ની માફક પિતા નાં સંસ્થા નાં કામ માં મદદ કરતો અને એટલું જ નહીં એ જ સંસ્થા માં સેવા આપતા ચાહત નાં પપ્પા ને પણ મદદ કરતો. જોત જોતામાં એ બધાનો ,માણીતો થતો ગયો.
ફરી એક વખત એ જ રિંગટોન રણકી ઉઠી. “મેરા મન…. કહેને લગા….” આ પ્રિય ગીત ની રિંગટોન સાંભળવા ની ખુશી ફોન ઉપાડતા જ માતમ માં છવાઈ જ્યારે તેને સાંભળ્યું કે તેના પિતા નું મૃત્યુ થયું છે. ઘર ચલાવવા થી લઇ ને નાના ભાઈ ની જવાબદારી નો ભાર કઈ રીતે ઊંચકશે એ વિચાર સુદ્ધા થી ચાહત ભાંગી પડી હતી જેના પરિણામે તેને અભ્યાસ છોડવો પડયો.પ્રણવ ને ચાહત ખૂબ ગમતી હોવાથી તેણે પોતાનાં ઘરે ચાહત સાથે પરણવાની વાત મૂકી,પ્રણવ નાં પિતા ચાહત ને ખૂબ સારી રીતે જાણતા હોવાથી તેમણે પુત્ર નાં ઈચ્છા પ્રસ્તાવ ને સહર્ષ વધાવી લીધો. સુંદર,વયવહારકુશળ, અને સંસ્કારી વહુનું સ્વાગત કરવા પ્રણવ ની માતા પણ તલપાપડ થતી હતી.આમ પ્રણવ અને ચાહત ની મિત્રતા હવે પતિ પત્ની નાં એ અતૂટ બુંધન માં બંધાઈ ગઈ. પ્રણવ પિતા ને મદદ કરતા કરતા આગળ નો અભ્યાસ પૂરો કરી રહ્યો હતો.જ્યારે ચાહત ઘરની દરેક જવાબદારી માં તેની સાસ નો સાથ આપતી હતી.
(ક્રમશ:)