આપણે એવા ફ્રૂટ વિશે ચર્ચા કરીશુ જે દુનિયાના દરેક ખૂણે ખવાય છે.જે પોતાના સ્વાદ માટે ખુબજ પ્રખ્યાત છે અને બધાનું પ્રિય છે.સાથેજ અનેક વિટામિન સભર છે.તેના અવનવા ફેક્ટ વિશે જાણીશુ સાથેજ આપણા શરીરને મળતાં ફાયદા વિશે પણ જોશું.તે ટેસ્ટી ફળ છે પાઈનેપલ.જેનો ઉપયોગ આપણે અનેકરીતે કરતા આવ્યા છીએ જેમકે કપકેક,કૂકીસ,યોગર્ટ ,આઈસ ક્રીમ,ચોકલેટ અને બાર્સ ,ડ્રિન્ક અને બેવરેજીસ વગેરે.
પાઈનેપલ ઘણા પૌષ્ટિકતત્વો સભર ફળ છે.જેમકે પ્રોટીન,બ્રોમેલેન,વિટામિન A,વિટામિન C,ફાઇબર,કોપર,કેલ્શિયમ,વિટામિન B5,સોડિયમ,વિટામિન B6,મેગ્નેશિયમ, મેન્ગેનીઝ વગેરે વિટામિન પાઈનેપલમાં જોવા મળે છે.
શુ તમે જાણો છો ?
➔પાઈનેપલ જ્યુસ મોર્નિંગ સિકનેસ દૂર કરવા ઉત્તમ ઉપાય છે.
➔જો તમે કફ અને શરદી વારંવાર થતા હોઈ ત્યારે દરરોજ હાલ્ફ કપ પાઈનેપલ ખાવુ.તેમાં રહેલ વિટામિન સી ઇન્ફેકશન અને બેકટેરિયાથી બચાવે છે અને કફ દૂર કરે છે.
➔પાઈનેપલને મેચ્યોર થવામાં આશરે 2 થી 3 વર્ષનો સમયગાળો લાગે છે.
ફાયદા :
➔કેન્સર અટકાવે છે : અનાનસ વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર છે.તે વિટામિન એ,બીટા કેરોટિન,બ્રોમેલેન તત્વોથી સમૃદ્દ હોવાથી કેન્સર અટકાવે છે.જે મોં,ગાળા અને સ્તન કેન્સર સામે સુરક્ષા આપે છે.
➔રોગ પ્રતિકારક શક્તિ વધારે છે : અનાનસ વિટામિન સી સારી માત્રામાં ધરાવતું હોવાથી અનેક બીમારી સામે શરીર સુરક્ષિત રાખે છે.સ્વેતકણ ઘટાડવા અને રક્તકણોનો ઉમેરો કરે છે.
➔પાચનક્ષમતા વધારે છે : નિયમિત ફ્રેશ અનાનસ ખાવાથી પેટને લગતી અનેક સમસ્યા દૂર કરવી શક્ય છે.જેમકે ડાયેરિયા,કબજિયાત,પેટની બળતરા વગેરે દૂર કરી શકાય છે.તેનું મુખ્ય કારણ તેમાં રહેલું ઉચ્ચ ફાઈબર છે.સાથેજ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.
ઉપરોક્ત ફાયદા મેળવવા માટે આપણે પણ અનાસન નિયમિત લેવાનું શરૂ કરવું જોઈએ.
Related