આજે સમાજ વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યો છે. પરંતુ આજનો માનવી આ વૈજ્ઞાનિક યુગમાં પણ અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યો છે કારણ કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો પણ આજે વૈજ્ઞાનિક યુગમાં ડોક્ટરની સલાહ લેવાને બદલે તેઓ ભુવા ભગતની સલાહ લે છે. આજે ભુવા ભગતની સલાહથી કેટલાક નિર્દોષ પ્રાણીની પણ બલિ પણ ચઢાવવામાં આવે છે અને તેમાં આપણને પશુ હત્યાનો પાપ લાગે છે કેટલાક વ્યક્તિઓ હાથમાં દોરા બાંધીને તો કેટલાક લોકો આંગળીમાં ભુવા વખતે આપેલી વીંટી પહેરે છે અને તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓના કામ પૂર્ણ થઇ જશે અને આવા સમયમાં તેઓ કેટલાય પૈસાનો બગાડ કરી નાખે છે. આવા વૈજ્ઞાનિક યુગમાં આપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને લોકોને અંધશ્રદ્ધા તરફ જતા હોય તો તે લોકો ને બચાવીએ.
પરિણામ
ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે આજ પરિણામ આવી અસર પણ હશે યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે જિંદગી છે તો તકો પણ અપાર મળશે ભૂલી પરિણામ ને આગળ વધી જજે એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે મહેનત કરી છે તો સફળતા પણ મળશે ફરી જીવન ના...