ધોરણ 1 થી 12 સરકારી શાળામાં ભણેલો અજીત અંતર મનથી આશા જગાડીને બેઠો હતો,કે મારે મોટા થઈ આઇપીએસ ઓફિસર બનવું છે.બસ એ જ સપનું રોજ અંતર મનથી જોઈ રાજી થઈ જતો હતો. આઈપીએસની તૈયારી ઘરે બેઠા ગુરુઓના માર્ગદર્શનથી કરતો હતો
ખૂબ જ ગરીબ પરિવારમાં ઉછરતો અજીત એક દિવસ માતા જે બંગલામાં વાસણ કચરા પોતા કરતી હતી,ત્યાં સાથે ગયો.
બંગલાના મોટા મોટા હવેલી જેવા દ્વાર ,દ્વાર માં પ્રવેશતા જ આલીશાન વિવિધ ફૂલ છોડની સજાવટ, બાગની ફરતે આરામદાયક ખુરશીઓ, આંખો પહોળી પહોળી કરીને બધુ અજીત જોઈ રહ્યો.
હજી તો અંદર કેટલું ઘર સુંદર હશે એની કલ્પનાએ થી જ અજીત વિમુખ થઈ ગયો. અંતર મનમાં ફરી એક બીજી આશા ઘડાઈ ગઈ.મારે પણ આવો જ સુંદર આલીશાન મહેલ રહેવા માટે હોવો જોઈએ.
અજીતે ,જયારે માતાને આ વાત કરી ત્યારે માતા ખડખડાટ હસવા લાગી. અને કહેવા લાગી કે “બેટા”આપણા નસીબમાં ક્યાં આવો બંગલો બેટા,બે ટાણા પ્રભુ સુખે થી ખવડાવે તો ય રાજીના રેડ.
અજીતે અંતર મનમાં ગાંઠ વાળી. ગમે તે ભોગે મારે આઇપીએસ બનવું જ છે,તનતોડ મહેનત અજીતની રંગ લાવી.
અજીત આખા ગુજરાતમાં આઈપીએસની એક્ઝામમાં પ્રથમ નંબરે પાસ થયો. ક્લાસ વન ઓફિસર તરીકે દાહોદમાં નિંમણૂક થઇ,અંતર મનમાં જોયેલા બંગલા જેવોજ હુંબહુ બંગલો અજીતને રહેવા માટે ફાળવવામાં આવ્યો.
અંતરમનની આશા જાગૃત થઈ.
કથીરિયા પ્રવીણા “પવિ”